શ્રીમતી વી. આર. શાહ હાઇસ્કૂલ
પાવી જેતપુર
 
Smt. V.R.Shah High School | Default

મુખ્ય પાનું

અમારી શાળાની વેબસાઈટ પર તમારું સ્વાગત છે

આચાર્યશ્રીનો સંદેશ

તા. ૧૨-૦૮-૧૯૯૮ નાં શુભ દિવસે માતૃસંસ્થામાં મને આચાર્ય તરીકે કાર્યભાર સંભાળવવાની તક મળી અને ત્યારથી ધ્યેય સાથે શાળા વિકાસ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને જીવનનો મંત્ર બનાવ્યો. શ્રીમદ્દભગવદ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહયું છે કે “ नही ज्ञानेन संदेश पवित्र महि विधयते ” -જ્ઞાન જેવું પ વિત્ર કશું જ નથી. અને જ્ઞાનને સબળ બનાવવાનું કામ શિક્ષણનું જ છે. વ્યકિત અને સમાજના હદયમાં રહેલી દુવૃતિઓનું ઉન્મુલન અને વ્યકિતમાં રહેલી ચેતનાનું ઉર્ધ્વીકરણ માત્ર શિક્ષણ દ્વા રા જ થાય છે. વિદ્યાર્થીઓમાં રહેલી અ માપ શકિતનો યોગ્ય દિશામાં સાચો ઉપયોગ કરી મહાત્વાકાંક્ષી બની પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરી આપણો વિદ્યાર્થી બહાદુર, ઉચ્ચ આદર્શ ધરાવતો,પ્રબળ આત્મવિશ્વાસું, ચારિત્ર્ચવાન,સત્યવાદી, સ્વાવલંબી બને અને રાષ્ટ્રવિકાસમાં ફાળો આપે એવા ઉદ્દેશ્ય સાથે શાળામાં અદ્યતન કોપ્મ્યુટર લેબ, એલ.સી.ડી. પ્રોજેકટર,પ્રયોગશાળા, મેદાન તેમજ રચનાત્મક પ્રવૃતિઓ દ્વારા વર્તમાન સમયમાં સા ચી દિશા પ્રાપ્ત કરી જીવનને લક્ષ્યમય બનાવે તેવી મારાં અંતરની ઊર્મી છે.

ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાય છે. ત્યારે સદર વિદ્યાર્થી ડાયરીને વિદ્યાની દેવી માઁ સરસ્વતિની પુસ્તિકા સ્વરૂપે ‘संधे शक्ति: कलौयुगे ’ સૌના સહકાર દ્વારા આપ સૌના કરક મલમાં મુકતાં આંનદ અને ગૌરવની લાગણી અનુભવું છું.

સ્થળ : પાવી જેતપુર

સંજય પી. શાહ
આચાર્ય