શ્રીમતી વી. આર. શાહ હાઇસ્કૂલ
પાવી જેતપુર
 
Smt. V.R.Shah High School | Aboutus

શાળા વિશે

શાળાની વિશિષ્ટતા

આચાર્ય શિક્ષકો હંમેશા સતત જાગૃત રહીને જવાબદારીની ભાવનાથી શાળાની ઉત્તરોતર પ્રગતિ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.

શિક્ષણ સાથે સહશૈક્ષણિક પ્રવૃતિઓ શિક્ષણને ધબકતું રાખે છે.

સમયની માંગ પ્રમાણે ગુણવત્તા સભર શિક્ષણ આપવું.

શાળામાં એલ.સી.ડી. પ્રોજેકટકર દ્વારા દ્દશ્ય -શ્રાવ્ય સાધનોની આધુનિક પધ્ધતિથી વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓ સ્વાવલંબી બને, નેતાગીરીના ગુણો,વિકસે, શિક્ષણ મેળવેલ વિદ્યાર્થી સમાજને ઉપયોગી બને, એ હેતુસહ વિદ્યાર્થીઓને સાહિત્યિક સ્પર્ધાઓ જેવી કે નિબંધ,વકતૃત્વ સ્પર્ધા, રમત-ગમત સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સફાઈ સુશોભન શાળા શિક્ષણના મહત્વના અંગો છે.

શાળાનો ટૂકમાં ઈતિહાસ

વર્ષ ધોરણ વિભાગનો પ્રારંભ
૧૯૫૪ ૨૦૦૨ માધ્યમિક
૧૯૭૮ ૧૧ થી ૧૨ ઉચ્ચત્તર માધ્યમિક
૧૯૯૪ ૫-૬-૭ પ્રાથમિક
૧૯૯૯ ૧-૨ પ્રાયમરી
૨૦૦૨ ૧ થી ૧૨ કોમ્પ્યુટર વિભાગ

શાળાની પ્રણાલિકાઓ

શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલની પ્રણાલિકાઓ નીચે મુજબ છે. જે વર્તનની રિતી છે. નિયમો નહિં. શાળા પરિવારના દરેક વિદ્યાર્થી ગૌરવ અનુભવે છે.

અમારી શાળા માટે અમને ગૌરવ છે. અમે કોઈ પણ પ્રસંગે શાળાની વિરૂધ્ધ બોલીશું નહિં કે  બીજાને બોલવા દઈશું નહિં.

સવારમાં ઉઠતાં અમે ઈશ્વરને પ્રાર્થીએ છીએ અને રાત્રે સૂતી વેળાએ એનો આભાર માનીએ છીએ અને દિવસ દરમ્યાન કરેલા પાપની ક્ષમા યાચીએ છીએ. ઈશ્વરના આશિષ માગ્યા સિવાય અમે કોઈપણ કાર્ય શરૂ કરતા નથી.

અમે અમારા મા-બાપને શિક્ષકોને અને વડીલોને માન આપીએ છીએ અને એમની સાથે અવિવેકી કે તોછડું વર્તન કરતા નથી.

શાળામાં કે રસ્તા પર વડીલો કે શિક્ષકો પ્રથમ મળે ત્યારે ખૂબ નમ્રતાથી નમસ્કાર કરીએ છીએ, કારણ કે એ શિક્ષિત અને સંસ્કારી માણસોની નિશાની છે.

શાળામાં અને બહાર અમે હંમેશા એકબીજા તરફ મિત્રાચારીથી વર્તીએ  છીએ.

શાળા અમારી છે. શાળાનું ફર્નિચર કે દિવાલને નુકશાન પહોંચાડતા નથી, સ્વચ્છતા જાળવવી એ નાગરિકની ફરજ છે.

પીવાના પાણીનો વ્યય અને વીજળીનો બીન જરૂરી વપરાશ એ કુદરતી  સંપત્તિ અને મોંઘી ઊર્જાનો વ્યય છે. તેમ ન થાય તેની કાળજી રાખીશું.

અમે બેઠા હોઈએ એ વર્ગખંડમાં આચાર્યશ્રી,  ઉપાચાર્યશ્રી, શિક્ષકશ્રી કે કોઈ મહેમાન દાખલ થતાં જ ઉભા થઈ તેઓનું અભિવાદન કરીએ છીએ.