શ્રીમતી વી. આર. શાહ હાઇસ્કૂલ
પાવી જેતપુર
 

પ્રવૃત્તિઓ - હાઉસ પધ્ધતિ

પ્રવૃતિ

વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટેની તમામ તકો પૂરી પાડવા અનેક પ્રકારની પ્રવૃતિઓ શાળામાં કરવામા આવે છે. આ પ્રવૃતિઓમાં સ્પર્ધાત્મક માહોલમાં બાળકનો જીતવાનો ઉત્સાહ બમણો થઈ જાય એ હેતુથી શાળામાં હાઉસ પધ્ધતિ અપનાવવામાં આવી છે. જેમાં વર્ષાન્તે સૌથી સારો દેખાવ કરનાર હાઉસને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આથી પોતાના હાઉસને સદા અગ્રેસર રાખવા વિદ્યાર્થી તત્પર રહે છે. આ ચાર હાઉસ આ પ્રમાણે છે.

  • સુભાષચંદ્ર બોઝ હાઉસ
  • છત્રપતિ શિવાજી હાઉસ
  • રાણી લક્ષ્મીબાઈ હાઉસ
  • સરદાર વલ્લભભાઈ પટેલ હાઉસ

આ હાઉસ પધ્ધતિથી બાળકોમાં ખેલદીલી, સંઘભાવના, સમૂહકાર્ય તેમજ નેતૃત્વના ગુણનો વિકાસ થાય છે.
સ્થળ : પાવી જેતુપુર
તારીખ : 28/01/2011

પ્રવૃત્તિઓ