શ્રીમતી વી. આર. શાહ હાઇસ્કૂલ
પાવી જેતપુર
 
Smt. V.R.Shah High School | Facility

સુવિધાઓ

શાળાની સુવિધાઓ

બાળકોના વિકાસમાં

શાળામાં સાયકોથેરાપ અને હિપ્નોથેરાપિમાં ઉચ્ચ તાલીમ ધરાવતા તજજ્ઞો દ્વારા કાઉન્સિલીંગ કરવામાં આવે છે. જે ઓલરાઉન્ડ કાઉન્સિલીંગ ‘મોડેલ’ ને અનુસર છે.

વ્યક્તિગત કાઉન્સિલીંગ આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ તથા સમાજને ભય રહિત બનવા માટેની તાલીમ અપાય છે.

શાળામાં દરેક વિદ્યાર્થીઓની સામાજીક લાગણી તથા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમનાં વિકાસનાં પગલા લેવાય છે.

વિદ્યાર્થીઓ કપરી પરિસ્થિતિનો સામનો કરી શકે, તનાવમુકત રહી શકે તથા સામાજીક સંબંધોની સમજ વગેરે માટે સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે.

પીવાનું પાણી / RO Plant

તબીબી સલાહકારના મત મુજબ છેલ્લા ઘણાં વર્ષોથી બાળકો સ્કૂલના સમય દરમ્યાન જરૂર પૂરંતુ પાણી પીતા નથી. જેના પરિણામે થોડાં સમયમાં કે લાંબા-સમયગાળા દરમ્યાન પાણીની ઉણપથી શારિરીક રોગો થવાની સંભાવના રહે છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને શાળામાં પુરંતુ પાણી સમયસર પીવાની સલાહ આપવામાં આવશે. તદ ઉપરાંત જયારે શાળાનું નવું મકાન બનતું હોય કે તેમાં સુધારા વધાર કરવામાં આવે તે સમયે પાણીનો વ્યવસ્થિત પૂરવઠો મળી રહે તથા નકામાં – પાણીનાં નિકાલની પૂરતી વ્યવસ્થા છે કે નહિ તેની દેખરેખ રાખવામાં આવે છે. આમ શાળાના બાળકોને બરોબર ચકાસણી કરેલું અને તેમનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવે છે.

રમત / ગમત

 

પ્રકૃતિમાં રમત એ સાર્વભૌમ છે. રમત એ એક એવી વિદ્યા છે, જેને આપણે સ્વતંત્ર રીતે અને આપણી ઇચ્છા મુજબ મેળવી શકીએ છીએ. રમત એ ક્રિયાત્મક ગતિ વિધિઓની ઊંડી અભિવ્યક્તિ છે. રમત એ મગજ મને શરીર માટે એવો શ્રમ છે કે જે આપણને એટલી પ્રસન્નતા આપે છે કે જેનો કોઇ અંત જ નથી. ધોરણ ૧ થી ૪ ના બાળકો માટે લીબું ચમચી, કોથળાં કૂદ,બુદ બેલેન્સ, ગોઇંગ ટુ સ્કૂલ, ઝીક-ઝેર રિલ જેવી રમતોની આંતરવર્ગીય સ્પર્ધાઓ થઇ હતી. જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ધોરણ ૫-૬-૭ ના બાળકો માટે ત્રિપગી દોડ, રિલે દોડ, સ્લો સાઇકલ, દેડકાં કૂદ વગેરે જેવી રમતોની આંતરવર્ગીય સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં પણ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જ્યારે શાળાના તમામ બાળકો આપેલા બધા ઉત્સાહી હોય તો પણ સંગીત ખુરશી, બુક બેલેન્સ, કોથળા કૂદ જેવી રમતોની સ્પર્ધાઓ યોજાય હતી. જેમાં શિક્ષકોએ પણ પોતાનું  શિક્ષક પણું વીસરી જઇ વિદ્યાર્થી બનીને આ રમતોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આંતરવર્ગીય રમત ગમત સ્પર્ધા અંતર્ગત ભાઇઓ માટે ક્રિકેટ અને બહેનો ખો-ખો ની સ્પર્ધા થઇ હતી. અંતે ઉપર્યુકત રમતોમાં વિજેતા થયેલાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના ઇનામો આચાર્યશ્રીના વરદહસ્તે વિતરિત કરવામાં આવ્યાં હતાં. આ જ રીતે દરેક વર્ષે વિવિધ રમતોથી તાજગીભર્યા તંદુરસ્ત ‘સ્પોર્ટસ ડે’ નું આયોજન કરવામાં આવે છે.

કોમ્પ્યુટર વિષયક બાબતો

અમારી કોમ્પ્યુટરલેબ તદન આધુનિક અને સંપૂર્ણ સગવડ ધરાવે છે. ઇન્ટરનેટ સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. દરેક કોમ્પયુટરમાં વિદ્યાર્થીઓની જરૂરીયાત મુજબ બધા જ સોફટવેર પૂરા પડાય છે. કોમ્પ્યુટર લેબ પ્રોજેકટર સાઉન્ડ સિસ્ટમ VCR તથા વિડિયો પ્રસારણની સુવિધા ધરાવે છે.