શ્રીમતી વી. આર. શાહ હાઇસ્કૂલ
પાવી જેતપુર
 
Smt. V.R.Shah High School | Nivedan

સંદેશ

વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનો સંદેશ

મારા વહાલા બહાદુર યુવાનો. “તમે મહાન કાર્ય કરવા માટે સર્જાયા છો, એવી શ્રદ્ધા રાખજો. ટટ્ટાર ખડાં રહો અને કામ કરો. ઊઠો, જાગો અને અટક્યા વિના લક્ષ્ય સુધી પહોંચો. નાનપણથી જ બળવાન બનો અને ઉપયોગી વિચારો તમારા મગજમાં ધારણ કરો. હંમેશા હસતાં રહો, મગજમાં  ઉત્તમોત્તમ વિચારો, ઉચ્ચ આદર્શો ભરો, રાતદિવસ તેમને તમારી સમક્ષ રાખો અને તેમાંથી પછી મહાન કર્યોનો ઉદભવ થશે. આ માટે ખૂબ ઊંડું, એકાગ્ર ચિત્તે સારૂં વાંચન કરો. સતત ચિંતન કર્યા કરો. લખવા-બોલવાની અભિવ્યકિત કેળવો, યાદ રાખો કે તમે જ તમારા ભાગ્યના ઘડવૈયા છો. તમારું ભવિષ્ય તમે જ સર્જો. બહાદુર બનો, ડરો નહી તમારા જ્ઞાનતંતુઓ બળવાન બનાવો. આજે આપણે જરૂર છે લોખંડી સ્નાયુઓની અને પોલાદી જ્ઞાનતંતુઓની. પોતાના પગ પર ખડા થાઓ. સાચા અર્થમાં મર્દ બનો. તમારામાં અપાર શકિત પડેલી છે જ. ક મર કસીને તન-મન-ધન થી રાષ્ટ્રના કામે લાગી જાઓ.

આજે આપણને સાચી જરૂર છે સાચા માણસોની, અનેક સજ્જનોની, બીજુ બ ધું થઈ રહેશે, સહુ પ્રથમ બળવાન, ચેતનવંતા અને અંતરમાં ઊંડી શ્રધ્ધાવાળા નવયુવાનોની આવશ્યકતા છે. એકસો આવા નવલોહીયા યુવકો મળે તો દુનિયામાં ક્રાંતિ આવી જાય! ખાનગીમાં બીજાની નિંદા કદી કરશો નહીં. એ પાપથી તમે દૂર રહેજો. ઘણી બધી વાતો મનમાં ઉઠે, પણ જો તમે તે વાણીમાં મૂકો તો ધીરે ધીરે રજનું ગજ પણ થઈ જાય માટે નિંદાથી દૂર રહો. ક્ષમા દ્રસ્ટી રાખજો. પ્રબળ આત્મવિશ્વાસ રાખો કેમકે મહાન કાર્યોને એ જનક છે. ધનદોલત કમાજો પણ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરજો. સમાજને દેશ માટે તેમાંથી દાન પણ કરજો.

જીવનમાં સફળતા મેળવવા માટેના પાંચ સોનેરી સૂત્રો

૧.પરિશ્રમ(પુરૂષાર્થ): મહાભારતમાં કહેવાયું છે કે, ‘જેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે તેવી રીતે પુરુષાર્થ વગર પ્રારબ્ધ સિધ્ધિ મેળવતુ નથી’.સંસ્કૃત સાહિત્યના મહાકવિ ભારવી કહે છે તેમ અસફળતાથી ગભરાયા વગર લ ગાતાર પ્રયત્ન કરવા વાળા લોકોના ખોળામાં સફળતા જાતે જ આવીને બેસી જાય છે.

૨.આત્મવિશ્વાસ :- જે વ્યકિત આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે તે બધું જ ગુમાવી બેસે છે.એટલે કે જીવનમાં સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ અતિ મહત્વનો ગુણ છે.જે માણસે સફળતા મેળવી હોય તેનામાં હું આ કરી શકીશ,મારાથી આ થશે જ,એવો પોતાનો વિશ્વાસ તો હોવો જ જોઈએ.ભગવાન તેને જ મદદ કરે છે,જે પોતાની મદદ પોતે જ કરે છે. કોઈ કવિએ કહયું છે: “ મેરે દોસ્ત ઈસ કદર અંધે કૂવેમેં, ભલા યૂં ઝાંકને સે ક્યા મિલેગા કોઈ પથ્થર ઉઠાઓ ઔર ફેંકો,અગર પાણી હુઆ તો ચીખ ઊઠેગા” આમ જીવનમાં સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે.

૩. સ્નેહ અને સહાનુભૂતિ:- સ્નેહ એટલે પ્રેમ. બધા પ્રત્યે પ્રેમભર્યું વર્તન અને પ્રકૃતિના તત્વો પ્રત્યે સહાનુભૂતિ.જો માણસની સંવેદના જાગૃત હશે તો એનામાં સદ્દગુણો આપોઆપ આવશે. સફળતા અથવા તેના માટે પ્રયત્નોમાં જો સ્નેહ અને સહાનુભૂતિનો સમાવેશ કરવામાં ન આવે તો તે કાં તો નિષ્ફળતામાં બદલાઈ જશે. અથવા પ્રાપ્ત નહીં જ થાય.ઉન્નતિ તથા વિકાસ તરફ જવાની ઈચ્છા ધરાવનાર વ્યકિતએ સ્નેહ અને સહાનુભૂતિને સ્થાન આપવું જરૂરી છે.

૪.સાહસ અને નિયમિતતા :- માનવીના બધા જ ગુણામાં સાહસ પહેલો ગુણ છે. જેણે સફળતા મેળવવી છે એણે સાહસ તો કરવું જ રહ્યું ! સાહસ વીર માણસ જ કરી શકે છે. શેક્સપિયરે બહુ સરસ વાત કરી છે કે, “ કાયર મનુષ્ય મૃત્યુ પહેલાં અનેક વાર મૃત્યુ પામે છે,જ્યારે વીર પુરૂષ એક જ વાર મૃત્યુ પામે છે. બીજી વાત છે નિયમિતતાની. રવીન્દ્રનાથ ટાગોરે કહયું છે ‘ પતંગિયું થોડીક ક્ષણો જીવે છે તોય એની પાસે પૂરતો સમય હોય છે’ કહેવાય છે યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહું ઉપયોગી હોય છે, જયારે સમય વહી ગયા પ છી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે.

૫. પ્રસન્નતા અને માનસિક સંતુલન :- સફળતા મેળવવા માટે પ્રસન્નતાની ખૂબ જ જરૂર છે. અપ્રસન્ન વ્યકિત એક રીતે નિર્જીવ હોય છે. સફળતા ઈચ્છનાર વ્યકિતનું માનસિક સંતુલન પણ સારું હોય એ ખૂબ જ જરૂરી છે. નિષ્ળતાની ઈમારત બહાનાના પાયા પર રચાતી હોય છે. તેથી આવો મારા બહાદુર દોસ્તો, બહાનાં છોડો અને ખરા અર્થમાં પરિશ્રમ કરો. પછી જુવો સફળતા તમારા કદમ ચુમશે.

હરિકૃષ્ણ સી. શાહ (પ્રમુખ)