શ્રીમતી વી. આર. શાહ હાઇસ્કૂલ
પાવી જેતપુર
 
Smt. V.R.Shah High School | Prayer1

વંદના

શાળાગીત

મંગલમય શાળા અમારી
મંગલમય શાળા સાર્વજનિક શાળા અમારી
સાર્વજનિક શાળા.....
પાવી - જેતપુર નગરી કેરી શાળા, નામના જેની ચારે કોર
પૂર્વમાં શોભે રામ ટેકરી, દક્ષિણે તે શોભે શંકર ટેકરી
રળીયામણો ઓરસંગ કિનારો (૨)
ગરજતે ચોમાસે .......મંગલમય.......
ઉંચા પહાડોની દિશા ઉત્તરે, પશ્વિમે ખેતીવાડી
નગરી મધ્યે અંબાભવાની, ને નર્મદેશ્વર મહાદેવ
પ્રકૃતિ ખોળે ખેલે વિદ્યાર્થી (૨)
ઝઝુમે જીવન સંગ્રામ .....મંગલમય ......
પૂરો કરી અભ્યાસ જ્યારે,જુદા જુદા ક્ષેત્રે જાસુ
સંસ્કાર અમ શાળા કેરા, કદીયે ન ભૂલીશું
ભારત ભૂમિમાં ઘુંમતા - ઘુંમતા (૨)
શાળા કેરી ધૂન સદા ગાશું......મંગલમય......
ગુર્જર રાજ્યે વડોદરા જિલ્લો, પાવી - જેતપુર છે તાલુકો
રમ્ય સ્થાને છે શાળા અમારી, જુદા જુદા કાર્યક્રમોથી શોભો
બનીશું અમે રક્ષક દેશના (૨)
શાળાની વધારીશું શાન.......મંગલમય........

પ્રતિજ્ઞાપત્ર

ભારત મારો દેશ છે.
બધા ભારતીયો મારા ભાઈ-બહેન છે.
હું મારા દેશને ચાહું છું,
અને તેના સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારા માતા-પિતા,
શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ,
અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
હું મારા દેશ અને દેશ બાંધવોને મારી નિષ્ઠા અર્પુ છું.
તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારૂ સુખ રહ્યું છે.

સર્વધર્મપ્રાર્થના

ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મ સેવા કરવી
ૐ તત્ સત્ શ્રી નારાયણ તું પુરૂષોત્તમ ગુરૂ તું ।
સિધ્ધ -બુધ્ધ તું સ્કંદ વિનાયક સવિતા પાવક તું ।।
બ્રહ્મ મઝર તું યહવ શકિત તું ઈશુ પિતા પ્રભુ તું ।
રૂદ્ર વિષ્ણું તું રામકૃષ્ણ તું રહીમ તા ઓ તું ।।
વાસુદેવ ગો વિશ્વ રૂપ તું ચિદાનંદ હરિ તું ।
અદ્રિતીય તું અકાળ નિર્ભય આત્મલિંગ શિવ તું ।।
ૐ તત્ સત્ શ્રી નારાયણ તું પુરૂષોત્તમ ગુરૂ તું |

 

વંદે માતરમ્

-બંકીમચંદ્ર ચટોપાધ્યાય

વન્દે માતરમ્ ! વન્દે માતરમ્ !
સુજલામ્, સુફલામ્, મલયજ-શીતલામ્
સશ્ય શ્યામલામ્, માતરમ્ !......
વન્દે માતરમ્ !
શુભ્રજ્યોત્સના - પુલકિતયામિનીમ્,
ફુલ્લકુસુમિત-દ્રુમદલ - શોભિનિમ્,
સુહાસિનીનમ્, સુમધુર - ભાષિણીમ્,
સુખદામ્ વરદામ્, માતરમ્ !
વન્દે માતરમ્ ! વન્દે માતરમ્ !

રાષ્ટ્રગીત

-રવિન્દ્રનાથ ટાગોર
જન-ગણ - મન અધિનાયક જય હે
ભારત - ભાગ્ય - વિધાતા પંજાબ -સિંધ - ગુજરાત - મરાઠા
દ્રવિડ - ઉત્કલ - બંગ વિંધ્ય - હિમાચલ - યમુના - ગંગા
ઉચ્છલ - જલધિ - તરંગ તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માંગે, ગાયે તવ જય -ગાથા
જન-ગણ - મંગલ- દાયક,જય હે,
ભારત - ભાગ્ય - વિધાતા
જય હે,જય હે, જય હે,
જય જય જય જય હે.

ધ્વજ ગીત

-શ્યામલાલ ગુપ્તા
વિજય વિશ્વ તિરંગા પ્યારા,
ઝંડા ઉંચા રહે હમારા,
સાદા શકિત બરસાને વાલા,
પ્રેમ સુધા બરસાને વાલા
વીરોં કો હરસાને વાલા
માતૃભૂમિકા તનમન સારા
ઝંડા ઉંચા રહે હમારા........વિજયી..............
શાન ન ઈસકી જાને પાયે
ચાહે જાન ભલે હી જાયે
વિશ્વ વિજય કરકે દિખલાયે
તબ હોવે પ્રણ પૂર્ણ હમારા
ઝંડા ઉંચા રહે હમારા ..........વિજયી........

સરસ્વતી વંદના

યાકુન્દેદુતુષાર હાર ધવલા
યા શુભ્ર વસ્ત્રાવૃતા
યા વીણા વરદંડમંડિત કરા
યા શ્વેત પદ્માસના
યા બ્રહ્યાચ્યુત શંકરઃ પ્રભુતિભિ
દેવૈઃ સદા વંદિતા
સામાં પાતુ સરસ્વતી ભગવતિ
નિઃશેષ જાડયાપહા યા દેવી સર્વભુતેશું શકિતરુપેન સંસ્થિતા ।
નમઃતસ્યૈ નમઃતસ્યૈ નમઃતસ્યૈ નમો નમ

ગુરૂ વંદના

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વરઃ ।
ગુરૂઃસાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ ।।

શ્ર્લોક

ઓમ સહનાવવતું, સહનૌ ભુનકતુ
સહવિર્ય કરવા વહૈ ।
તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષા વહૈ,
ૐ શાંતિ,શાંતિઃ શાંતિઃ ।। ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ।
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ ।।

સ્તુતિ

વંદે દેવી શારદા ......... વંદે દેવી શારદા
ઉર વીણા હું બજાવું .....બજાવું.....વંદે દેવી
આનંદ ઉત્સવ આજ અનેરો (૨)
મોતી થકી હું વધાવું .....વધાવું (૨)
ચંદ્રિકાના ધવલ પ્રકાશે (૨)
આરતી હું ઉતરાવું........ઉતરાવું.......વંદે દેવી
ચીર મનોહર પટકુળ પહેરી (૨)
મયુર વિહારીણી આવો ....આવો ......(૨)
યુગ યુગના અંધારા ટાળી (૨)
મનમંદિર સજાવો ......સજાવો ....વંદે દેવી
-ભાગ્ય સાહસિક મનુષ્યને મદદ કરે છે, કાયરને નહીં

ધૂન

વંદના છે વંદના અંતરની વંદના
સ્વીકારો સ્વીકારો નાથ વંદના
યાચના છે યાચના અંતરની વંદના
પ્રાર્થના છે પ્રાર્થના અંતરની વંદના
સ્વીકારો સ્વીકારો નાથ વંદના
વંદના છે........