શ્રીમતી વી. આર. શાહ હાઇસ્કૂલ
પાવી જેતપુર
 
Smt. V.R.Shah High School | Rulesregulations

નિતિ નિયમો

શાળાના નિયમો

(૧) શિક્ષિત અને  સંસ્કારી નાગરિક બનવા સારા અભ્યાસ માટે સતત પ્રયત્નશીલ રહો.
(૨) વિદ્યાર્થીએ શાળામાં નિયમિત આવવાનું રહેશે. અનિવાર્ય સંજોગોમાં રજાની જરૂર હોય તો આગળના દિવસે રજા ચિઠ્ઠી આપી રજા મંજુર કરાવવાની રહેશે.
(૩) વિદ્યાર્થી રજા મંજુર કરાવ્યા સિવાય  ૩ દિવસ સુધી સતત ગેરહાજર રહેનાર વિદ્યાર્થીનું નામ કમી કરવામાં આવશે.
(૪) શાળાએ નિયત કરેલ યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે.
(૫) શાળામાં બાળકે સ્વચ્છ, વ્યવસ્થિત તથા વિવેકી રહેવું જરૂરી છે.
(૬) શાળા તરફથી અપાતું ગૃહકાર્ય પુરૂ કરવાની ઘરે વાલીએ કાળજી લેવી.
(૭) શાળાની મિલ્કતને કોઈ પણ પ્રકારનું નુકશાન  કરનાર વિદ્યાર્થીના વાલીએ નુકશાની ભરપાઈ કરવાની રહેશે.
(૮) શાળાના શિસ્ત અંગેના વખતો વખત અમલમાં આવતા નિયમોનું વિદ્યાર્થીએ પાલન કરવાનું રહેશે.તેનો ભંગ થશે તો વાલી જવાબદાર ગણાશે.
(૯) પ્રસંગોપાત શાળામાં જયારે વાલીને બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવું.
(૧૦) શૈક્ષણિક કાર્ય ચાલુ હોય ત્યારે વાલીએ વિદ્યાર્થીને કે શિક્ષકને મળવા સીધા વર્ગમાં નહીં જતા આચાર્યની મંજુરી લઈ મળવાની તજવીજ કરવી.